મંગળવાર, 8 માર્ચ, 2011

શીતકારી પ્રાણાયામથી સારી ઊઘ આવી શકે

શીતકારી પ્રાણાયામથી સારી ઊઘ આવી શકે

શીતકારી પ્રાણાયામ શરીરમાં શીતળતા લાવે છે, તેથી તેનું નામ શીતકારી પ્રાણાયામ પડયું છે. જે ઘરમાં સરળતાથી કરી શકાય છે. તમે તે ઘરમાં કોઈ પણ ઘ્યાનાત્મક આસનમાં કરી શકો છો. જો ઘૂંટણમાં તકલીફ હોય તો તમે ખુરશી પર પગ લંબાવીને બેસી શકો છો. આ યોગાસન તમે કોઈ પણ સમયે કરી શકો છે.


આ પ્રાણાયામથી શારીરિક અને માનસિક બંને લાભ મળે છે
સૌપ્રથમ તો બંને હોઠ ખુલ્લા કરી દો અને દાંતના માઘ્યમથી મોં વડે શ્વાસને અંદર ખેંચો. મોં બંધ કરીને નાક વડે શ્વાસ ધીમે ધીમે બહાર નીકાળો.

હવે પહેલાની જેમ મોંથી શ્વાસને અંદરની બાજુએ ખેંચો અને નાકથી ધીમે ધીમે બહાર નીકાળો. આ પ્રક્રિયાનો અભ્યાસ એક મિનિટથી વધારીને પાંચ મિનિટ સુધી કરો.

આ પ્રાણાયામ કરતી વખતે મોં સામે છથી નવ ઇંચના અંતરે હથેળી રાખો. આમ કરવાથી પવનની સાથે ઊડી રહેલી ધૂળના કણ અને નાનાં જીવજંતું અંદર આવતાં રોકી શકાય છે.


આ પ્રાણાયામમાં બહારની ગરમ અથવા સામાન્ય હવા જયારે દાંતોની વચ્ચેથી અંદર જાય છે ત્યારે તે ઠંડી લાગે છે. પરિણામ સ્વરૂપ મસ્તિષ્કને ઠંડક મળવાને કારણે ઊઘ સારી આવે છે.

આ પ્રાણાયામથી દાંત અને પેઢાં પણ સ્વસ્થ રહે છે. પિત્ત વિકાર દૂર થાય છે. શરીરમાં બળતરા પણ શાંત થાય છે. મસ્તિષ્ક પર પડતું દબાણ દૂર કરવામાં પણ તે મદદરૂપ થાય છે.

શીતકારી પ્રાણાયામ બાદ વ્યકિતએ ગરમ પાણી અને મધ તથા ગરમ દૂધ અવશ્ય પીવું જોઈએ.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger