શુક્રવાર, 4 માર્ચ, 2011

યોગ ભગાવે રોગ

યોગ ભગાવે રોગ
સારું શરીરસૌષ્ઠવ લગભગ બધાને જ જોઇતું હોય છે. એમાંય યુવાનો બોડી બિલ્ડિંગ માટે જાત જાતના નુસખા અને ઉપાયો અજમાવતા હોય છે. લાખ પ્રયત્નો કરવા છતાં કેટલાંક લોકો સારું શરીરસૌષ્ઠવ મેળવી શક્તા નથી અને દૂબળા-પાતળા જ રહે છે. લોકોમાં દૂબળાપણું બે પ્રકારે હોય છે એક તો એવા પ્રકારના દૂબળા લોકો હોય છે જેમના કદકાઠી જન્મથી જ દૂબળાં-પાતળાં હોય છે. આવા લોકોને કોઈ રોગ કે કમજોરી હોતી નથી. આવા લોકોના શરીરમાં બધાં અંગ સુચારૂ રૂપે પોતાનું કાર્ય કરે છે અને તેમના શરીરની રોગપ્રતિરોધક ક્ષમતા પણ વધુ હોય છે. આવા લોકો નિરોગી અને લાંબી ઉંમરવાળા હોય છે. બીજા પ્રકારના લોકો એવા હોય છે કે જેમનું દૂબળાપણું કોઈ બીમારીને કારણે હોય છે. જેમ કે ડાયાબાટિસ, પાચનમાં ગરબડી, ટીબી, હાઈપર થાઇરિડિઝમ, સ્યુ વિકાર, કુપોષણ, માનસિક વિકાર, સંક્રમતિ દાંત, પાયોરિયા, ગળાનું ટોન્સિલ વગેરે રોગોથી ગ્રસ્ત વ્યક્તિ પણ દૂબળાપણાની શિકાર હોય છે. એ સિવાય ર્માિફન, કોકીન, અફીણવાળી ઔષધીઓ, હેરોઈન વગેરેનું સેવન કરનારી વ્યક્તિ પણ દૂબળાપણાની સમસ્યાથી ગ્રસ્ત હોય છે. લિમ્ફોમા, રિકેટસ, સારકોમા, લ્યુકેમિયા અતિસાર, કેન્સર, યકૃત રોગ, સિફિલિસ, શ્વાસની બીમારી, મિજેન્ટ્રિક, ગ્રંથીઓનો ક્ષય, બ્રેઇનટયૂમર, અજીર્ણ, જીર્ણ આદિ અનેક કારણ છે, જેને કારણે દૂબળાપણાનો રોગ થઈ શકે છે. પરંતુ યોગ અને જડીબુટ્ટીઓ દ્વારા તમે દૂબળાપણું દૂર કરીને સારી તંદુરસ્તી, મજબૂત અને ઘાટીલું શરીરસૌષ્ઠવ મેળવી શકો છો.
શરીરસૌષ્ઠવ ખીલવતી જડીબુટ્ટીઓ :
* દરરોજ પ્રાતઃકાળે મીઠી કેરી ચૂસી, ઉપરથી સૂંઠ તથા ખારેક નાખીને ઉકાળેલું દૂધ પીવાથી પુરુષાર્થમાં વૃદ્ધિ અને શરીર મજબૂત બને છે.
* ૧૨ નંગ મુનક્કા, પ નંગ ખારેક તથા ૭ નંગ મખાના આ ત્રણેયને રપ૦ ગ્રામ દૂુધમાં નાંખી ખીર બનાવી ખાવાથી રક્ત-માંસની વૃદ્ધિ થઈ શરીર મજબૂત બને છે.
* રાત્રે સૂતા પહેલાં ઇચ્છા અનુસાર મુનક્કા (બીજ કાઢીને) ખાઓ પછી ઉપરથી પાણી પી લો. થોડાક જ દિવસમાં દુર્બળતા દૂર થઈ શરીર પુષ્ટ બને છે. એટલું યાદ રાખજો કે વધુ પ્રમાણમાં મુનક્કા ખાવાથી ઝાડા થઈ જાય છે તેથી પોતાની શારીરિક ક્ષમતા અનુસાર જ મુનક્કા ખાવા.
* દરરોજ સવારે ર૦ ગ્રામ મુનક્કા ખાઈને ઉપરથી રપ૦ ગ્રામ અથવા ૧૨૫ ગ્રામ દૂધ પીવાથી શરીર પુષ્ટ થાય છે.
* શારીરિક દુર્બળતામાં કાસમર્દના મૂળનો ક્વાથ ર૦ ગ્રામ જેટલો સવાર-સાંજ પીવાથી શરીરને શક્તિ મળે છે.
* સામાન્ય દુર્બળતામાં શરીર પર નિર્ગુંડીના તેલની માલિશ કરવી જોઈએ.
* પુનર્નવાને દૂધની સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે.
* પૌષ્ટિક અને રસાયણ કાર્ય માટે બિહારીકંદના ત્રણથી ૬ ગ્રામ ચૂરણને સાકર મેળવી ખાવાથી શરીર મજબૂત થાય છે.
* ૫૦ ગ્રામ બિહારીકંદનું ચૂરણ, પ૦ ગ્રામ જવનો લોટ, પ૦ ગ્રામ ઘઉંનો લોટ ત્રણેયને પ૦ ગ્રામ ઘીમાં શેકી લો. તેમાં કાજુ, બદામ, ચારોળી, જાયફળ, સફેદ મૂસળી, લવિંગ, ઈલાયચી ૧૦-૧૦ ગ્રામ મેળવી મધ સાથે લાડવા બનાવો. દરરોજ સવાર-સાંજ એક-એક લાડવો દૂધ સાથે ખાવાથી શારીરિક નબળાઈ દૂર થઈ શરીર મજબૂત બને છે.
* ગોરખમુંડીના છોડને છાંયડામાં સૂકવી ચૂરણ બનાવી લો. જેટલું ચૂરણ લો તેમાં બમણું મધ મેળવો અને ૪૦ દિવસો સુધી ગરમ દૂધ સાથે બંને ટાઈમ સેવન કરવાથી શારીરિક શક્તિમાં વૃદ્ધિ થાય છે.
શારીરિક તંદુરસ્તી કેળવવાનો અનુભવી પ્રયોગ : દિવ્ય મેધા ક્વાથ દિવ્ય અમૃત રસાયણ (અવલેહ), દિવ્ય ચ્યવનપ્રાશ, દિવ્ય વસંત કુસુમાકર રસ તથા દિવ્ય બદામપાક પણ સ્વાસ્થ્ય માટે બહુ જ લાભદાયક છે. બદામપાક એક પૌષ્ટિક રસાયણ છે. દિવ્ય કુસુમાકર રસ ડાયાબિટીસ રોગમાં તો ફાયદાકારક છે પણ શરીરના અનેક રોગોને દૂર કરવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. દિવ્ય ચ્યવનપ્રાશના સેવનથી શારીરિક દુર્બળતા દૂર થવાની સાથે સાથે માનસિક દુર્બળતામાં પણ કમી લાવી શકાય છે. આના સેવનથી શરીરમાં બળ, વીર્ય, કાન્તિ શક્તિમાં વધારો થાય છે. દિવ્ય અમૃત રસાયણ (અવલેહ) મગજને પૂર્ણ પોષણ આપનાર લાભદાયક રસાયણ છે. આ મેધાવર્ધક, શરીરનાં સંપૂર્ણ અંગોને શક્તિ, પુષ્ટિ તથા આરોગ્ય આપવાનું કાર્ય કરે છે.
આસન અને વ્યાયામ : અર્ધમ્ત્સ્યેંદ્રાસન, પશ્ચિમોત્તાનાસન, ઉદરશક્તિ વિકાસક આસન, કૂર્માસન, ધનુરાસન, ઉત્તાનપાદાસન, શલભાસન, સર્વાંગાસન, ચક્રાસન, ચક્કી ચાલન આસન, મત્સ્યાસન, શવાસન અને હલાસન કરવું લાભકારી રહેશે, કુંજર, નેતિ, દ્યોતિ, શંખ પ્રક્ષાલન, દીર્ઘ શ્વસન પ્રાણાયામ અને અનુલોમ-વિલોમ પણ કરો. આ બધાં આસનો કરવાથી શરીરની હોર્મોનલ ક્રિયામાં સકારાત્મક રૂપે સુધારો થાય છે. અને ખાધેલું અન્ન શરીરને લાગે છે જેથી કમજોર અને દુર્બળ શરીર મજબૂત થાય છે.
આહાર : વ્યાયામ તથા યોગાસન પછી દૂધ પીવું જોઈએ. ઋતુ અનુસાર ફળ ખાવા અને અંકુરિત અનાજનું સેવન કરો. ભોજનમાં બાફેલા શાક, રોટલી, સલાડ અને દહીંનું સેવન કરો, બપોરે ફળ અને શાકભાજીનો રસ પીવો જોઈએ. રાત્રે ઇચ્છા અનુસાર સ્વાસ્થ્યવર્ધક ભોજન કરવું, ફાસ્ટફૂડ, જંકફૂડ, સોફ્ટ પીણાં, ચા, કોફી પીવા નહીં. ખાંડ ઓછી લેવી. નશીલી દવાઓ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આનું સેવન કરવું નહીં.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

મારા વિશે

Blogger દ્વારા સંચાલિત.
Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Powered by Blogger